જો ભગવાનના ઘરમાં રેફ્રિજરેટર હોત તો…

જો ભગવાનના ઘરમાં રેફ્રિજરેટર હોત તો ચોક્કસ એની ઉપર એ આપણા ફોટાવાળી ફ્રેમ રાખત !
જો ભગવાન પાકીટ રાખતો હોત તો ખાતરીપૂર્વક કહું છું કે એમાં આપણો નાનકડો ફોટો એ જરૂર રાખત !

દરેક વસંતઋતુએ એ આપણને હજારો ફૂલોનો ગુલદસ્તો શું કામ મોકલે છે ?
રોજ સવારે એ સૂરજને મોકલીને રાતનો અંધકાર શું કામ દૂર કરે છે ?
અમૃતધારા જેવી વર્ષાને દર વરસે એ ધરતી પર શું કામ મોકલે છે ?

જ્યારે જ્યારે આપણે સાચા દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ સાંભળે જ છે. શું કામ ?
અને એણે બનાવેલા આટલા મોટા વિશ્વમાં એ ગમે ત્યાં રહી શક્યો હોત પણ રહેવાની જગ્યા તરીકે એણે આપણું હૃદય જ શું કામ પસંદ કર્યું ? શું કામ ?!
અરે, એટલા માટે કે એ આપણો દીવાનો છે. આપણી પાછળ પાગલ છે. આપણી સાથે તાલ મિલાવવા માટે એ અધીરો છે.

અને આમેય ભગવાને આપણને બનાવ્યા ત્યારે એવું વચન તો નહોતું જ આપ્યું કે આપણને દુ:ખ વગરના દિવસો જ આપશે ! એવું તો નહોતું કહ્યું કે હાસ્ય આપશે પણ ઉદાસી નહીં આપે કે રાત વગરના જ દિવસો આપશે. પણ એવું વચન જરૂર આપ્યું હતું કે જો દુ:ખ આપશે તો એ સહન કરવાની શક્તિ તેમજ હિંમત આપશે, જો ઉદાસીનતા આપશે તો ખુશી પણ આપશે જ, નિરાશાનાં આંસુ આપશે તો આશાનું સ્મિત પણ જોડે આપશે. અને અંધકારભરી રાત્રિ આપશે તો તારા, ચંદ્ર અને નહીં તો દીવડાનો પ્રકાશ જરૂરથી આપશે જ આપશે !

Original:

If God had a refrigerator, your picture would be on it.
If He had a wallet, your photo would be in it.

He sends you flowers every spring.
He sends you a sunrise every morning.
Whenever you want to talk, He listens.
He can live anywhere in the universe, but He chose…your heart.

Face it, friend – He is crazy about you!
God didn’t promise days without pain, laughter without sorrow, sun without rain, but He did promise strength for the day, comfort for the tears, and light for the way.

ગુજરાતી ભાવાનુવાદ: ડૉ. આઈ. કે. વિજળીવાળા

Advertisements

2 thoughts on “જો ભગવાનના ઘરમાં રેફ્રિજરેટર હોત તો…

 1. Aakash Jivani says:

  Dr I K Vijaliwala…my all time favorite

 2. Yes ,વાલીડા વલીદા…મારી બારી બહાર વસંત-બહાર ભરપૂર ખીલી ગઈ છે. હજી ૧૫ દિવસ પહેલા વૃક્ષ સાવજ નિષ્પર્ણ હતું…આજે ગુલ-એ-ગુલઝાર .પૂરું લીલુંછમ છે…આંખો,મન,હૃદયને ઠારે છે!
  તે દિવસે આપણી ફોને ચેટ “ગુગલ+૧” દ્વારા ન થઇ શકી…અફસોસ હજી પેલા કોમ્પ્યુંટરવાળા ભાઈ આવી શક્યા નથી ,જે લગભગ આવીને કામ કરી જતા હોય છે.
  તમે જો ગાઈડ કરે શકો એવા થીદક સામાન્ય સ્ટેપ્સ હોય તો જણાવશો..જેથી ટ્રાયલ,એરર બેસીસ પર ચાલુ કરી શકાય .
  શું શું કરવું પડે?
  આજે તમને ઈ-મેલ દ્વારા એક મેલ ,(જે મેં હજી ગઈકાલે, ” કવિશ્રી રાજેન્દ્ર શુક્લ “ને મીકાલ્યો છે)…
  મોકલીશ… પ્રતિભાવ ..અને એક્ષ્પર્ટ કોમેન્ટ્સ આપશો તો વધુ આનંદ થશે…
  -લા’કાન્ત / ૨૧-૨-૧૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s